"Welcome to our sacred Shivam Dharmik Sewa Trust, where faith and community unite."
Shivam Dharmik Sewa Trust: A beacon of unity and equality, striving for divinity on Earth. Focused on individual, family, and social betterment, promoting a healthy body, pure mind, and a civilized society. Embracing the ideology of "One Nation, One Language (love), One Religion (humanity), One Government (Self Govern)" with a commitment to equal opportunities for all. Shivam Dharmik Sewa Trust in Gandhinagar is a charitable organization that was established and registered in 2010. They play a significant role in managing the Ambaji Mandir , Shivam Apartment, Sector 24 of Gandhinagar. The trust focuses on spiritual and religious activities, and they are responsible for organizing various festivals with grand celebrations. One of their important services is providing free assistance for cremations and kriya vidhi, which are traditional rituals performed during last rites. In addition to their religious efforts, they are also involved in various social activities to help the community.
Get Involved – Donate
Bank Account Details:
Bank Name: Bank Of India
Account Number: 202010110011725
Account Holder Name: SHIVAM DHARMIK SEWA TRUST
IFSC Code: BKID0002020
Account Type: Saving
Branch Address: Bank Of India Branch , Patnanagar Bhawan , Sector – 16 , Gandhinagar, Gujarat . 382016
નીલકંઠ જનરલ સ્ટોર
શિવમ એપાર્ટમેન્ટ્સ, સેક્ટર-24, ગાંધીનગર
Sanskaar Sarita
🚩 🛕 Jai mata Ambe 🛕🚩
💐અશોકભાઈ કે. ત્રિવેદીએ લખેલી આજની વાર્તા💐
🌺🌺🌺”બા” 🌺🌺🌺
પતિ, પત્નિ અને તેના બે સંતાનો
એમ બધા મળીને કુલ ચાર સભ્યોનો પરિવાર બોરીવલી મધ્યે મકાન.
એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા.
પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે ‘બા’નું બરોબર ધ્યાન રાખતા નથી….”
હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, ” મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? “
પતિએ હળવેથી કહ્યુ, ” હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? “
પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, ” તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે,
મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા આ ઘરમાં ના જોઇએ.”
બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો.
એણે પતિને પુછ્યુ, “આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ?” પતિએ દબાતા અવાજે કહ્યુ, “મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો.
પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી “મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ.”
નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, “બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા.”
પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.
પતિએ પત્નિ કહ્યુ, “તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ?”
દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?
ગાંધીનગર અને આસપાસ
સફાઈ રાખવી એ આપણી સૌ ની સામૂહિક જવાબદારી છે. અંકિત બારોટ , ચેરમેન,ગાંધીનગર મહાનગર પાલિકા
વોર્ડ નંબર 3 માં સેક્ટર 27 ખાતે કચરો બળતા લોકોને પકડવામાં આવ્યા , વોર્ડ નંબર 3 ખાતે સેનિટેશન વિભાગના અધિકારીઓને સાથે રાખી રાઉન્ડ કરવામાં આવી હતી જેમાં સવારે 07:00 કલાકે સેક્ટર 27 ના બગીચાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં બગીચાના પાછળ પોલીસ લાઇન ખાતે કચરો ભેગો કરી સળગાવતા લોકોને નોટિસ આપવામાં આવી હતી અને જાહેરમાં કચરો સળગાવવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર તેમજ પર્યાવરણ ઉપર પ્રભાવ પડે તે બાબતે માહિતી આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં જો કચરો સળગાવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સફાઈ રાખવી એ આપણી સૌ ની સામૂહિક જવાબદારી છે આપણે સૌ સાથે મળી આપણું ઘર , સોસાયટી, સેકટર ને સ્વચ્છ રાખીએ. સ્વચ્છતા બાબતે કંઈ પણ ફરિયાદ હોય તો મારો સંપર્ક કરવો .
અંકિત બારોટ
ચેરમેન,ગાંધીનગર મહાનગર પાલિકા
સેક્ટર-24, વોર્ડ નંબર-3 માં નવા બુથ પ્રમુખોની નિમણૂક
સેક્ટર-24, વોર્ડ નંબર-3 માં બુથ નંબર 194, 195 અને 196 માટે તાજેતરમાં નવા બુથ પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિમણૂક હેઠળ,
અશ્વિનભાઈ પરમાર ને બુથ નંબર 194 ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજેશભાઈ દરજી ને બુથ નંબર 195 ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બ્રિજેશભાઈ પટેલ ને બુથ નંબર 196 ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ત્રણેય બુથ પ્રમુખો તેમના બુથમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સહયોગ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓનું મુખ્ય કાર્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બુથ પર શાંતિ અને સવિના જાળવી રાખવું, મતદારોને માર્ગદર્શન આપવું, અને બુથ પર યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવું રહેશે.
સમુદાયે આ નવી નિમણૂકોનું હાર્દિક સ્વાગત કર્યું છે અને તેમને તેમની જવાબદારીઓના નિર્વહણ માટે શુભેચ્છાઓ પાઠવી છે.
💐 નવા બુથ પ્રમુખોને હાર્દિક શુભકામનાઓ! અમે આશા રાખીએ છીએ કે તેઓ તેમના કાર્યમાં સફળ થશે અને સમુદાયની સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.